રાધા – પૂર્ણતાનો પર્યાય
નિઃસ્વાર્થ પ્રેમનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, એ છે રાધા. જોજનો દૂર રહીને પણ જે પાસે છે, એ છે રાધા. ભક્તિ માં પણ જે પ્રેમ-ભક્તિ છે, એ છે રાધા. સમર્પણ નું સર્વોચ્ચ ઉદાહરણ છે, એ છે રાધા. સમર્પણ જો કોઈ પારાકાષ્ઠા હોય તો, એ છે રાધા. કોઈને પામવા કરતા કોઈના થઇ જવુ, એ છે રાધા. જેના નામ વગર "કૃષ્ણ" પણ અધૂરા છે, એ છે રાધા.
રાધે-કૃષ્ણ! રાધે-કૃષ્ણ!