મન ની વાત
Prakash  

પવિત્રતાની અગ્નિ પરીક્ષા

ભૂત અને ભૂતકાળ,
             બને ભૂંડા હોય છે.
કરેલા બધા કર્મો, 
             ક્યાં સારા હોય છે.
રાધાજી ને મળી ને પણ,
              ક્યાં શ્રી કૃષ્ણ મળ્યા. 
મીરાજી ને પણ, 
             વિષના પ્યાલા પીવા પડ્યા.
વિશ્વાસના નામ પર,
             સીતાજી ને પણ અગ્નિ પરીક્ષા મળી. 
પવિત્ર અને પવિત્રતાના નામે,
             જન્મે-જન્મે તું દોષી રહી.
તોડ એ પવિત્રતાની જંજીર, 
             છોડ એ અગ્નિ-પરીક્ષાની મંજિલ.
દ્રૌપદીને પાંચ પતિ છે,
             તો પણ એ સતી છે.