મન ની વાત
Prakash  

એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ

એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (સખા)
    તું ક્યારેક દ્રૌપદીની જેમ પુકારી ને તો જો.
એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (મિત્ર)
    સુદામાની જેમ સર્વસ્વ આપીને તો જો.
એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (સારથી)
    અર્જુનની જેમ વિશ્વાસ રાખીને તો જો.
એ કૃષ્ણ પણ બનવા તૈયાર છુ (નાનો ભાઈ)
    બલરામ ની જેમ હા માં હા મિલાવી ને તો જો.