મન ની વાત વર્તમાન બાબતો
Prakash  

દાન, દક્ષીણા અને ભિક્ષા નું મહત્વ

દરેક ધર્મમાં દાન-દક્ષીણાનું ખુબ મહત્વ કેહવામાં આવ્યુંછે. એ દાન પછી સંપત્તિનું હોય કે શિક્ષાનું કે આહારનું. હું મારી બુદ્ધિ અનુસાર અહીંયા દરેકનું મહત્વ સમજવાનો પ્રયાસ કરીશ.

દાન: પરોપકાર, ધાર્મિક-કાર્ય કે માનવ સમાજના ઉત્થાનમાટે નિશ્વાર્થભાવે પોતાની સંપત્તિમાંથી અમુકભાગ જે આપવામાં આવે છે અને દાન કહેવાય છે. મહાભારતમાં કર્ણને દાનવીર કહેવાયો છે કેમ કે એ એની ધન-સંપત્તિમાંથી હંમેશા જરૂરિયાતમંદને દાન કરતો આવ્યો છે નિશ્વાર્થ ભાવે. જલારામ બાપા ભૂખ્યા ને અન્ન અને તરસ્યાને જળ આપતા ને આજે પણ આ સેવા અવિરતપણે ચાલુ છે. સર્વે દાનમાં અન્નદાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે. દાનના બદલામાં કશુ પાછું મેળવાની આશા હોતી નથી. દાનલેનાર પણ કરજદાર નથી હોતો.

દક્ષિણા: જયારે કોઈ કાર્યનું મૂલ્ય નક્કી કરી શકાય એમ ના હોય ત્યારે એ કાર્યના બદલામાં આપવામાં આવતું ધન-સંપત્તિ કે કંઈપણ અને દક્ષિણા કહેવાય છે. પેહલાના સમય માં રાજા કવિ, લેખક, બ્રાહ્મણ આવા અનેક લોકોના કાર્ય નું મૂલ્ય નક્કી કરી શકાતું નહતું એટલે એના બદલામાં જે કઈ આપતું એને દક્ષીણા કહેવાય છે. આજે પણ આ પ્રથા ચાલુ છે. જયારે બ્રાહ્મણ સત્યનારાયણ ની કથા કરી ને જાય છે, કે લગ્ન કરાવે છે તો યજમાન યથાશક્તિ દક્ષિણા આપે છે.

ભિક્ષા: ભિક્ષામાંગવી એક પરંપરા છે. એ એક યોગ-સાધના નો પ્રકાર છે જે આધ્યાત્મિક વ્યક્તિ પોતાના અહંમને ક્ષીણ કરવા માટે ભિક્ષા માંગે છે. ભિક્ષા માંગનાર આધ્યાત્મિક વ્યક્તિ પોતાની આજીવિકા માટે કમાવા સક્ષમ જ હોય છે પણ એ પોતાનો અહંમ ક્ષીણ કરવા ને ભિક્ષા ના બદલામાં ભિક્ષા આપનારને આશીર્વાદ, સારી સીખ આપે છે.

ભગવાન વિષ્ણુ પણ, વામન એટલે બટુક રૂપે રાજા બલી પાસે ત્રણ પગ જમીન ભિક્ષા માં માંગે છે. રાજા બલિ એમનું સર્વસ્વ આપી દે છે.

એટલે જો કોઈ સાધુ એવું કેહતા હોય કે અમે ભિક્ષા માંગીએ એવા સાધુ નથી અને ભિક્ષા માંગે એ સાધુ ઢોંગી કે ખોટા છે. તો એ સાવ ખોટી વાત છે. એક સાધુ થઇને જો એ ઊંચ નીચનો ભેદ સાધુ-સાધુ માં વ્યવસ્થા, પૈસા અને ભગવાન ભજવાના પ્રકારને લઈને કરતા હોય તો એ સાધુ અહં રૂપી અંધકાર માં ફરે છે અને જાતે જ્ઞાની છે એવો ઢોંગ કરે છે.

એવા સાધુ માનવ સમાજ માટે ઝેર બરાબર છે. એમના વચનથી, એમના સંઘથી દૂર રહો અને તમારા હૃદય માં જે માનવતા રૂપી ભગવાન છે એને જીવંત રાખો. રાધે રાધે !!