મન ની વાત
Prakash  

પ્રેમની સ્વતંત્રતા

અમે પારેવડાં ના પંખી, પીંજરું અમને ગમે નહિ.
 ઉડતા શીખતાં શીખતાં, મદદ ની આપ-લે થઇ. 
ખાબોચિયામાં છબછબિયાં થયા, પાણી ની આપ-લે થઇ.
સવાર ની પરોડમાં સંગીત થયા, બપોરે નાસ્તાની  આપ-લે થઇ.
સાંજે સંધ્યા આરતી થઇ, રાતે મેસેજ ની આપ-લે થઇ.
જીવન આમ જ વીતતું હતું, રોજ નવી નોક-જોકની આપ-લે થતી.
મિત્રતા અને પ્રેમમાં વળી અંતર શું , મીઠા ઝઘડા અને મનામણાં ની આપ-લે થઇ.
ગામે માન્યું , પ્રેમ ની આપ-લે થઇ.
દેશ અને દેશ કાળ બદલાયા, અણસાર આવ્યો પ્રેમ ની જ આપ-લે થઇ.
અણસાર પ્રેમમાં પરિણમ્યો, ત્યાં તો પિંજરા ની આપ લે થઇ.
પીંજરું અમને ગમે નહિ, ત્યાં તો બંધનની આપ-લે થઇ.
પ્રેમ-બંધન આજે પણ છે, ત્યાં તો સ્વતંત્રતા ની આપ-લે થઇ.