નિર્માની પુરુષ
જુન ૨૦૧૬, એક અઠવાડિયા પેહલા જ નક્કી થઇ ગયું હતું કે અમે પાંચ મિત્રો પૂજ્ય મહંત સ્વામી ને મળવા તીથલ જઈશું. પ્લાન પ્રમાણે જ મેં શુક્રવારે અડધી રાજા લઇ ને એક્ષપ્રેસ હાઈવે પહોચી ગયો. પણ દક્ષેશ મને લેવા અમદાવાદ ના આવી શક્યો એટલે હું બસ માં ઘરે, આણંદ પહોચી ગયો. પછી ૮.૩૦ વાગે અમે પાંચ મિત્રો તીથલ જવા નીકળ્યા. રાતે ૨.૦૦ વાગે અમે મંદિર પહોચ્યા ને એક સ્વામી સાથે વાત કરી તો ખબર પડી કે પૂજાય મહંત સ્વામી તો સેલવાસ છે. સ્વામી એ કીધું અત્યારે રાતે ના જવાય રાત અહિયાં આરામ કરો ને સવાર માં વેહલા નીકળી જજો એટલે મળી લેવાશે. અમે રાત તીથલ રોકાયા સવાર માં ભગવાન ના દર્શન અને દરિયા ના દર્શન કરી ૮.૩૦ વાગ્યા ની આજુબાજુ સેલવાસ જવા નીકળ્યા. ૧૧.૦૦ વાગે મુલાકાત નો સમય હતો. ઠાકોરજી ના દર્શન કરીને અમે સ્વામી ની રૂમ આગળ જઈને બેસી ગયા ને બધા મિત્રો વાત કરવા લાગ્યા. ૧૧.૩૦ વાગે સ્વામી થી મુલાકાત થઇ આશીર્વાદ લીધા ને બધા બહાર આવી ગયા પણ અમે સ્વામી સાથે વાત કરી ને એટલા ખુશ હતા કે સ્વામી સાથે ગ્રુપ ફોટો પડવાનો રહી ગયો. એટલે અમે સેવક સંત ને વાત કરી, સ્વામીના જમવાનો સમય થઇ ગયો હતો છતાં સ્વામી એ કીધું છોકરાઓ ને આવદો.
અમે બધા મિત્રો રૂમમાં ગયા. સ્વામી બેઠા હતા અમે પાછા વાતો કરવા લાગ્યા સ્વામી અમને શાંતિથી સંભાળતા. પછી અમે કીધું સ્વામી અમારે ગ્રુપ ફોટો પડાવો છે. સ્વામી તરત ઉભા થઈ ગયા ફોટો પડવા માટે અને અમને ખબર ના રહી કેમ કે અમે ફોટો પાડે એવા ભાઈ ની શોધમાં હતા ને વાતો કરતા હતા. એટલી વાર માં તો સ્વામી ની આગળ જ ટીપોઈ પડી હતી એ સ્વામી ખાસડવા લાગ્યા કેમ કે જયારે ફોટો પાડવા અમે પાંચ મિત્રો ઉભા રેહતા તો ટીપોઈ ના લીધે ઉભા ના રહી સકતા ને અમારે ખસેડવી જ્ પડતી. અમારે ખસેડવી ના પડે એટલે સ્વામી જાતે જ ખસડવા લાગ્યા. આટલા મોટા પુરષ, જેની નીચે હજારો સંત્તો ને અનુયાયો છે. જેમાં થી તો કેટલાય લોકો I.A.S, નેતા અને બીજી કેટલી ઉંચી પદવી પર હશે જે બધા સ્વામી નો પડ્યો બોલ જીલી લે છે ને એ જ સ્વામી અમારા જેમને જીવન માં કોઈ મોટું કામ નથી કર્યું, કોઈ આવી મોટી પદવી નથી મેળવી તો પણ આટલું ધ્યાન રાખી હસતા મોડે બધી ઈચ્છા પૂરી કરે. આવું કોણ કરી શકે? કેટલાય લોક ને ફરિયાદ હોય છે સ્વામી મારી સામે તો જોતા જ નથી. પણ હું મારા અનુભવ પર થી કહું સ્વામી સામે જોવે જ છે બસ એ નજર અંતર ની હોય છે. આવા નિર્માની પુરષ ને સાધુ અને BAPS સંસ્થાના વડા છે. આપડા કેટલાય સારા કર્મોનું ફળ હશે જે આવા મોટા સત્પુરુષ ના આશીર્વાદ મળ્યા, પ્રેમ મળ્યો અને સંગ મળ્યો. એટલે હું બધા સત્સંગી ને એક જ પ્રાથના કરું ક્યારે અહંમ ને આપડો શિકાર કરવા ના દો. ભગવાન સ્વામીનારાયણ ના ચરણો માં પણ એ જ પ્રાથના અહંમ, માયા થાકી રક્ષા કરો ધર્મ, જ્ઞાન, મોક્ષ અને અર્થ સિદ્ધી આપો. એ મેળવા માં આવતી દરેક પ્રકાર ની તકલીફ થી લડવા માં બુદ્ધિ અને બળ આપો. જય સ્વામીનારાયણ!!