ભુખ્યાને અન્ન અને તરસિયાને પાણી આપવું એ સૌથી મોટું પુણ્યનું કામ છે. આપડા ત્યાં આવ્યો અતિથિ, સરણાથી, ભિક્ષુ જો ભૂખ્યા પેટે પાછો જાય તો આપડો વ્યવહાર લાજે, આપડો ધર્મ લાજે. પણ આજકાલ એક ટ્રેન્ડ થઇ ગયો છે, ગરીબ (ભિખારી) માણસો ને શોધવાના અને જમાડવાના, કપડાં આપવાના ફોટો પાડવાના અને સોશ્યિલ મીડિયા માં એ શેર કરીને ધન્યતા અનુભવવાની. ફોટો-વિડિઓ શેર કરવા, દિલ થી સારું કામ કર્યું છે એનો સંતોષ માનવો એ ખોટું નથી.
પરંતુ મને એક પ્રશ્ર્ન એવો થાય છે કે શું કોઈ ને આવી રીતે આપડે કેટલા દિવસ જમાડી શકીશુ , કેટલા દિવસ કપડાં આપી શકીશુ. પાછું આવા ગરીબો વધતા જશે તો આપડે સેવા કરી કરી ને ખુબ પુણ્ય ભેગું કરી લયે તો એવું ના થાય ભગવાન ઇન્દ્રને આપડા થી ઈર્ષા થાય. કેમ કેટલી કથા/દંતકથા માં કહેવામાં આવે છે, સાધુ/બ્રાહ્મણ ના તપ થી ભેગા કરેલા પુણ્ય ના લીધે ઇન્દ્ર ભગવાન નારાજ થઇ જાય છે અને એની પરીક્ષા લેવા અથવા એના તપ માં ભંગ પડાવવા આવે છે. આતો એક મજાક છે. પણ ગરીબી અને ગરીબો વધારવા કરતા એનો ઘટાડો થાય એ સારું ને?
કોઈ વ્યક્તિ ની ગરીબી કેવી રીતે દૂર કરાય? કોઈ વ્યકતિ ને બીજા પાર આધાર ના રાખવો પડે એવું કેવી રીતે કરાઈ? એ ખરેખર શીખવા જેવું છે.મારા મતે નીચેના રસ્તા છે.
- દરેક વ્યક્તિને શિક્ષિત કરવા. એ શિક્ષણ એની રોજી-રોટી કામવામાં કામ લાગે એવું હોય તો વધારે સારું.
- જે દિવ્યાંગ છે, એને બીજા પાર નિર્ભર ના રેહવું પડે આવી વ્યવસ્થા કરવી. ઉદાહરણ તરીકે અપંગ ને પ્રોસ્થેટિક હાથ-પગ આપવા.
- જે લોકો પાસે પૈસા નો અભાવ છે એવા ને ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ આપવી.
એવી મદદ કરવી જેના થી એ વ્યક્તિ બીજા પાર નિર્ભર ના રહે. પોતે સ્વનિર્ભર બને અને બીજાને મદદ કરી શકે. ભગવાને તમને આપ્યું છે એમાં થી તમે જરૂરિયાતમંદ માટે થોડું આપો એ તમારી ફરજ માં આવે છે.
એવી ઘણી સંસ્થા અને લોકો છે જે આવી રીતે જરૂરિયાતમંદ લોકો ને મદદ કરે છે, એમને જીવનમાં બીજા ઉપરના આધાર ના રાખવો પડે એવી વ્યવસ્થા કરે છે. તમારી આજુ બાજુ જો કોઈ આવી સંસ્થા કે સેવાભાવી માણસો હોય તો અમને મદદરૂપ થઇને ભારત માંથી ગરીબી અને ગરીબો દૂર કરવાના પ્રયાશમાં તમારું યોગદાન આપજો.
રાધે રાધે !!