સોનેરી શિખામણ – કબીર
લલા તુતુરે બાત જણાઈ, તુતુરે આય તુતુરે પરિચાઈ
આપ તુતુરે ઓરકી કહઈ, એકે ખેત દુનો નિર્બહઈ
કબીર સાહેબ સમજાવે છે કે આ લેનારા પણ કેવા છે. પોતાની વિવેકબુદ્ધિનો જરાપણ ઉપયોગ કરતા નથી અને જ્યાંથી જે મળે તે લીધે રાખે છે. દંભી ગુરુઓ જાણે છે કે મનુષ્ય સ્વભાવે લોભી છે, એટલે એ ધૂતારાઓ નિતનવા લોભ બતાવે છે. ઉદાહરણ તરીકે, સ્વર્ગ, નરક, બીજા પણ કેટલા સ્થળ બનાવી દીધા છે, ગુરુ એની રીતે કીધે રાખે છે ને અનુયાયીઓ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યા વગર માને રાખે છે.
એક સારો સેલ્સમેન જેમ વસ્તુ વેચવા માં કુશળ હોય છે, એમ દંભી ગુરૂ એમના મીઠા વચનો વેચવામાં કુશળ હોય છે. લોભી મન એ બધી વાતો માં ભરમાઈ જાય છે. દંભી ગુરુઓના આવા તુતને શિષ્યો દલીલો અને દાખલા આપી સમજાવે છે. આમ એક થી બીજા આગળ તે તૂત આગળ અને આગળ વધતું જાય છે.
હિટલરે કયું હતું, “એકના એક અસત્યને વારંવાર દોહરાવાથી, તે સત્ય હોય એવું દેખાવા લાગે છે.” આજ સુધી કોઈ સ્વર્ગ-નર્ક માંથી પાછો આવ્યો નથી, તે કેવું હોય છે કોઈને ખબર નથી પણ બધાએ જોયું હોય તેમ માને છે.
પેહલા ચમત્કાર કરનારા સાધુઓ પૂજાતા હતા હવે થોડો વિવેક આવ્યો છે અનુયાયીઓ માં એટલે ચમત્કાર કરનાર નહિ પણ કહેનાર ને પૂજે છે. મોટા મંદિર, સભા હોલ, અનુયાયીઓ ની સંખ્યા જોય ને પૂજે છે. દિવસો, વર્ષો થાય એમ ટ્રેન્ડ બદલાઈ છે. પણ લોભી હોય અને મૂર્ખ હોય ત્યાં સુધી ધુતારા ભૂખે મરતા નથી. એ સત્ય છે. ઉદાહરણ તરીકે, આશારામ બાપુ, રામ-રહીમ અને બીજા કેટલાય જેલ માં છે એમને જ જોય લો. આ બધા બાપુ /સાધુ મોટા સાધુ હતા ત્યારે કેટલાક મોટા રાજનેતા ને એમની સાથે જુના પુરાણ ગનિષ્ટ સંબંધ હતા. એટલે આવડા મોટા સાધુ ને ખોટું બોલતા હોય. આવડા મોટા લોકો એને માને છે તો આપડે કેમ નહિ. વિવેકબુદ્ધિ નો ઉપયોગ કાર્યાવગર ઘેટાં ની જેમ એક પાછળ એક ચાલ્યા જ કરે છે. અને અંતે ના તો સાચો ધર્મ મળે છે, ના પરમાત્મા, ના મોક્ષ જે બતાવી ને સારા વચનો વેચ્યા હોય છે.
અર્જુન પણ એના મિત્ર પૂર્ણ પુરષોતમ નારાયણ જે એક જ હોય એવા ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ર્ન પૂછી શકે છે, તર્કસંગીગ વાતો કરે છે. તો તમે કેમ નથી કરી શકતા. શા માટે જે કહે એ માની લેવું? શા માટે ગુરુ વક્તા ખોટા હોય અને તમે એમની સભા માં બેઠા હોય તો પણ સામે પ્રશ્ન પૂછ્યા વગર એ વાત માની ને આગળ વધી જાવ છો? શું તમે તમારી આવનાર પેઢી ને પણ આજ વિચારોની ગુલામી આપશો? ચિંતન કરો, એકલા બેસીને વિચારો તમે અને તમારી આવનારી પેઢી શુ આવા ઢોંગી સાધુ / ગુરુ ઉપર જ નિર્ભર રહેશે કે પોતાના જીવનનું મૂલ્ય સમજે, એના માટે સાચો રસ્તો શોધશે?