મન ની વાત
Prakash  

પરિવાર અને પરંપરા

કહેવાય છે  ને કે , “રઘુ કુલ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય”. ભારત એટલે પરિવાર અને પરંપરા નો દેશ. આ દેશ નો એક એક વ્યક્તિ તેની આગવી પરંપરા માટે જીવવા અને મરવા કે મારવા તૈયાર હોય છે.

 

શું છે આ પરંપરા? આદિ અનાદિ કાળ થી ચાલ્યા આવતા નિયમો અથવા સદીયો થી ચાલ્યા આવતા નિયમો અથવા વર્ષો થી ચાલ્યા આવતા નિયમોં. દરેક નિયમ એક ચોક્કસ સમય અને સંજોગો ને અનુસરીને બનાવ માં આવે છે પણ અને પછી બળજબરી પૂર્વક ઠોકિ બેસાડવા માં આવે છે પોતાની બુદ્ધિ અથવા ફાયદા અનુસાર અને બની જાય છે પરંપરા.

આજ પરંપરાના કારણે રાજા રામ વનમાં ગયા, પોતાની પત્ની અને બાળકો થી દૂર રહ્યા, પોતાના સંતાનોનું બાળપણ ના જોય શક્યા, એક પિતા હોવાની ફરજ ના બજાવી શક્યા. ભગવાન રામ વનમાં ગયા અને હું ખોટું નથી માનતો કેમ કે ત્યારે એમને દીકરા તરીકે ની એમની જવાબદારી નિભાવી, પણ એક પિતા તરીકે ની જવાબદારી એ ના નિભાવી શક્યા

ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, “જે પરંપરા થી સમાજ (કોઈ જાતિ નહિ,  સમસ્ત  માનવ સમાજ ) અધોગતિ પામતો હોય, દરિદ્રતા અને દુઃખ પામતો હોય તો એ પરંપરા સમાપ્ત થવી જ જોઈએ.”

 

પરિવર્તન એ સંસાર નો નિયમ છે. – શ્રી કૃષ્ણ

હિન્દૂ ધર્મ માં શ્રી કૃષ્ણ ભગવાનનું આગવું સ્થાન છે. કોઈપણ સંપ્રદાય લઇ લો એક ય બીજી રીતે પૂર્ણ પુરષોતમ નારાયણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ ની જ ઉપાસના, ભક્તિ કરતા હોય છે. પણ શું એ સંપ્રદાય ના ગુરુ, વડા ભગવાનના બતાવેલા સાચા માર્ગ પાર ચાલે છે? શું એ માનવ સમાજ ને સાચી શીખ આપે છે? શું એ એમના જીવન પ્રસંગો ને સારી રીતે અને સાચી રીતે વર્ણવે છે? શું એ સાધ્ય અને સાધન માં ફરક સમજે છે અને સમજાવે છે?

 

યુવાની ના ઉંમરે પગ હજુ મુક્યો એવા ભગવાન શ્રી કૃષ્ણ, પોતાની પ્રેમિકા રાધા માં ને છોડી કર્મ કરવા રાજા કંસને મારવા નીકળી પડે છે. અનેચ્છતિ લગ્ન કરાવતા પિતા અને ભાઈને સબક શીખવાડી, રુક્મણિ મા સાથે ભાગી ને લગ્ન સંબંધ માં જોડાય છે. પોતાની જ બહેન સુભદ્રા ની ઈચ્છા દુર્યોધન સાથે લગ્ન કરવાની ના હોવાથી અને અર્જુન સાથે હોવાથી, અર્જુન ને મદદ કરી બહેન ને ભાગી ને લગ્ન કરવામાં  મદદ કરે છે. બહેનપણી દ્રૌપદી ના ચીર પુરે છે.

 

અને આજના મોટાભાગના  25-30 વર્ષના  યુવાન, સારી નોકરી કે દંધો કરતો હોય તો પણ  પોતાને કેવા કપડાં પહેરવા જોયે, કોની સાથે મિત્રતા રાખવી જોયે, કોની સાથે બોલવું જોઈએ, કેવું બોલવું જોઈએ એનો પણ નિર્ણય નથી લઇ શકતા.

 

કેમ? કેમ કે એમનું સારું ખોટું બધું માં બાપ કે પરિવાર જ સમજે છે એ જે નક્કી કરે છે એ જ સર્વ શ્રેષ્ઠ હોય છે. આવા યુવાન યુવતીઓને આખી જિંદગી કોની સાથે વિતાવી જોઈએ એ પણ પરિવાર જ નક્કી કરતો હોય છે. આનો મતલબ એ થાય છે કે એ યુવાન કે યુવતી પોતાની જિંદગી માં કોઈ જ મહત્વ નો  નિર્ણય નથી લેતા, કશુ નથી શીખતાં અને પરંપરા બનાવી પોતાના દીકરા-દીકરી પર આ જ નિયમ  થોપે છે. હવે તમે જ વિચારો અનુભવ વગરનો શિક્ષક શું સાચો માર્ગ બતાવી શકે? જે પોતાના જીવન માં નિર્યણ ના લઇ શક્યો એ પોતાના દીકરા-દીકરીના નિર્યણ સાચા લઇ શકે કે લેવા માં મદદ કરી શકે?

 

યુવાન દીકરા -દીકરી ના માં-બાપ કે પરિવારે માર્ગદર્શક બનવું જોઈએ ના કે નિર્ણય કર્તા કે નિર્ણય થોપતા નિર્દય રાજા.

શિવાજી ની માતા એ અમને હાલરડાં જ યુદ્ધ લડવાના, સ્વરાજ ના ગયા ત્યારે એ છત્રપતિ શિવાજી બની શક્યા. અહીંયા તો પત્ની કે પતિ પણ અને હનીમૂન ની જગ્યા પણ પરિવાર જ પસંદ કરે છે. પછી ક્યાં થી શિવાજી, કૃષ્ણ કે રાની લક્ષમીભાઈ આ ભારત દેશ ને મળે.

 

એક 25-30 વર્ષ ની યુવતી કદાચ સારી જોબ કે ધંધો કરતી હોય તો પણ એ એની કમાણી એની ઈચ્છા થી વાપરી નથી શક્તિ, એના મિત્ર પણ પસંદ કરવાની જવાદારી પરિવાર જ લેશે એને જીવનના પાઠ ભણવાની તક આપવામાં જ નહિ આવે પછી એ આગળના જીવનમાં શું કરશે? આજ પુનરાવર્તન.

 

પાશ્ચાત્ય કપડાં પહેરવાથી, ડિગ્રી લેવાથી કે ગીતા ના ઉપદેશ ખાલી વાંચી જેવાથી, માનસિકતા નથી બદલાઈ જતી.

 

હુજુ પણ માણસ ને ગુલામ બનાવની પ્રથા ચાલુ છે અને એના લીધે જ દેશ પાછળ છે, શિક્ષણ પાછળ છે, અભણ, ચોર અને જાતિવાદી નેતા એક મોટા જૂથ પર રાજ કરે છે. સ્ત્રી આજે પણ અસહાય્ય છે, આજે પણ એ પોતાની ઈચ્છા વ્ય્ક્ત કરી નથી શક્તિ. ગરીબ, મજુર નો દીકરી કે દીકરી સારું ભણ્યા, સારી નોકરી કે દંધો કાર્ય પછી પણ સારી જગ્યા એ રહી નથી શકતો, આજે પણ એને મજુર કે ગરીબ ને સાદી ને સરળ ભાષા માં કહીયે તો ગુલામ જ ગણવા માં આવે છે. અને આ હક્કીત છે. આ જ હક્કીતના લીધે ભારત ગુલામ બન્યું હતું અને એક યા બીજી રીતે બનતું રહેશે.

 

ભારત માતાના સપૂતો જાગો, સમજો અને ખોટાનો વિરોધ કરો પછી ભલે વિરોધ ધર્મના ઠેકેદાર કે પરિવાર સામે હોય. તમારે તમારી આગળની પેઢી ને તમારો અનુભવ આપવાનો છે નહિ કે પરંપરા ના નામે વિચારોની, અનુભવના અભાવની  ગુલામી.

રાધે રાધે!